Saturday, January 8, 2011

દીકરી સદાય દીકરી જ રહે છે...!!!!!!!

દીકરી નાની હોય કે મોટી હોય કે.જી. માં ભણતી હોય કે કોલેજ માં
કુમારિકા હોય કે કન્યા,
દીકરી સદાય દીકરી જ રહે છે. માં-બાપ માટે બાળપણ માં બિન્દાસ દીકરી ભલે બાપ
સમું ચબ ચબ
બોલતી હોય, માનું મન રાખતી ન હોય ભાઈ ને ભાળ્યો મુક્તિ ન હોય, બહેનો હારે
બથોબથ આવતી હોય અને શેરી માં
સીપરા ઉડાડતી હોય. પરંતુ જયારે યુવાન થાય ત્યારે તરત જ ગંભીરતા ધારણ કરી લે
છે. લગ્ન વખતે પીઠી ચોળી
આમ તેમ સહેલી સાથે મહાલતી આનંદ માનતી હોય. હજી જાન પરણવા આવવાને થોડી વાર
છે પરંતુ જયારે ગામ માં
કે શેરી માં જાન આવે છે ત્યારે નાના ટાબરિય આનંદ માં આવી જઇ બુમો પડે કે
એ... જાન આવી ગઈ જાન આવી ગઈ.
આ શબ્દો જયારે પીઠી ચોળેલ કન્યાના કને પડે છે ત્યારે તમામ સહેલીનો સંગાથ
આનંદ એક બાજુ મેલી ને જ્યાં ગણેશ
બેસાડ્યા છે ઘર માં ગણેશ સ્થાપન આગળ બેસી જાય છે. હવે મારે આ ઘર આ માંડવો
છોડવાનો સમય આવી ગયો મારા
પિતાની છત્ર છાયા જેવો આ વહાલનો વડલો છોડી ને આજે પારકા પોતાના કરવા જવાનો
સમય થઇ ગયો. જે ઘર માં
રમતી હતી ઢીંગલીથી સમય ક્યારે પસાર થઇ ગયો ? આમ જાન પરની ને પોતાને ગામ જાય
છે. દીકરી પિયરીયાના છેલ્લા
ઝાડવા જોઈ લે છે. માં-બાપ, ભાઈ-બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકી ને સાસરે જાય
છે, આ ત્યાગ છે. કોઈ સાધુ સંતો નો
ત્યાગ આની પાસે કઈ નથી. આ ત્યાગ ને મારા સો સો સલામ.... પિયરીયાના તમામ
સંભારણાને પોતાના હ્રિદય માં એક
ખૂણા માં ધરબી દે છે. સાસરિય વાળા કે ગામ વાળા પૂછે કે વહુ કરિયાવર માં શું
લાવ્યા ? કન્યાની લાગણીયો નો અહિયાં કોઈ
જ વિચાર નથી કરતુ. હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપ ને ઘરે થી શું શું
લાવી એના કરતા કેટલું બધું મૂકી ને આવી છે
માં-બાપ ઘર બાર પરિવાર ગામ આ બધું મૂકી ને આવી છે. આ વસ્તુ નો જયારે સમાજ
વિચાર કરશે ત્યારે જ તેના સંસાર માંથી
સુગંધ આવશે અને નવી વહુનું સાસરિયામાં આવવું અને નવા બાળક નો જન્મ થવા
જેવું છે. બાળક જ્યાં સુધી મન ઉદરમાં
હતું એને કોઈ કષ્ટ ન હતું. ખોરાક, હવા, પાણી વગેરે માં દ્વારા જ મળતું. કોઈ
અવાજ ઘોઘાટ નહિ. પૂર્ણ શાંતિ હતી એને મન ઉદર માં
પરંતુ જયારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને
ખોરાક, હવા પાણી જાતે લેતા શીખવું પડશે.
ચાલતા બોલતા શીખવું પડશે. બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી
પિતા ના ઘરે હતી કોઈ ચિંતા ન હતી .
હવે નવા ઘર માં ચાલતા શીખવું પડે છે. સાસુ-સસરા કે પરિવાર ના સભ્યો આવો
ખ્યાલ રાખતા જ હોય છે. જેમ બાળક નો ઉછેર
જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘર માં આવેલી નવી વહુ આવો જ ઉચ્ચેર
મહેનત માંગી લે છે.
દીકરી નો જન્મ થયા પચ્ચી પિતા ને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે. જે એના દિલ
માં હમેશા છુપાયેલી રહે છે. પ્રકૃતિએ પુરુષ
ને રડવા માટે આ ત્રીજી આંખ જયારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોધાર
આંસુડે રડતો બાપ રૂડો લાગે છે.
ઘર માં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર, એક વિશ્વાસ, એક આદેશ બની
જાય છે. જયારે દીકરી માટે પિતાના
ચહેરાની રેખાઓ એટલે લક્ષ્મણ રેખાઓ બની જાય છે.. પિતા નો ચહેરો વાંચવામાં
દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ
હોશિયાર નથી હોતી. દીકરી માટે પિતાનો બોલ-શબ્દ એટલે વેદ અને કુરાન
છે.બાઈબલના વાક્યો બની જાય છે. પપ્પા
સુ બોલ્યા એ સમજ્યા પહેલા જ દીકરીના હોઠમાંથી શબ્દો સરી પડે છે. હા પપ્પા
એ.... આવી પપ્પા આનું નામ દીકરી.
જેમને દીકરી હોય તે પિતાને હ્રિદય નો એક ધબકારો પોતાને જીવવા માટે છે જયારે
બીજો ધબકારો દીકરીના કાયમી
સુખ માટે ઝંખતો ધબકારો છે. દરેક દીકરી પોતાને પિતાની દીકરી મને છે. જયારે
દીકરો માનો દીકરો માને છે. કોઈ વાર દીકરી થી
નાનકડી ભૂલચૂક થઇ જાય તો મમ્મી પપ્પા ને ન કહેતી હોય આમ પપ્પાના હૈયાના
સિંહાસન ઉપર પ્રેમ ને અભિષેક જીલવા જીવનભર
એક દીકરી પિતાની નજરે ઉચ્ચ જીવન જીવવા ઈચ્છે ચી. ક્યારેક પપ્પાની નજરે
ઉતરતી છે એવું બતાવવા નથી માંગતી.
તમે જોશો તો ખ્યાલ આવશે કે લગ્ન થયા પછી પોતાના સંતાનોના ઘેર હોય ૮૦ વર્ષની
ઉમર હોય ગોરા ભરાવદાર શરીર સાથે
ઘડપણ ની રેખાઓ હડિયા પાતું લેતી હોય. આવી માજીને કોઈ એકાએક પુચ્ચે કે હે
માજી ફલાણાભાઈ ની દીકરી છે ? તો તો તે ૮૦ વર્ષ ના
માજી એટલા બધા રાજી રાજી થઇ જાય કે ના પૂછો વાત કોઈ પણ દીકરીને પોતાના
બાપને નામે ઓળખો તો તે રાજી રાજી થઇ જાય એનું નામ
દીકરી. સાસરિયામાંથી અવારનવાર પિયરિયામાં આવતી દીકરી કઈ લેવા અંતહી આવતી.
પરંતુ પિતાની ખબર લેવા આવે છે. પપ્પાની શારીરિક
આર્થિક સ્થિતિ જોવા આવે છે. કઈ વાંધો તો નથી ને ? આમ અવારનવાર આવી પપ્પાની
સ્થિતિ જોઈ ઘરના સભ્યોને સુચના પણ દેતી હોય કે
મમ્મી તું પપ્પાને હવે આદુવાળી ચા આપજે કફ રહે છે માટે એ ભાભી તમે પપ્પા ને
નહાવા માટે જરા માફકસર નું પાણી ગરમ આપજે.
ભૈલા તું પપ્પાની ખબર રાખજે હું તો અહિયાં નથી તારા વિશ્વાસે જાઉં છું. જો
જે એમની કોઈ વાતની ચિંતા ના કરાવતો આમ પિતાની વૃધ્દ્ધાવસ્થા
માં દીકરીના અવાજમાં માતૃત્વ નો રણકો સંભળાય છે અને ક્યારેક લાકડીના ટેકે
ધીમા પગલે ચાલતા પપ્પાને જોવે છે ત્યારે ધ્રાસકો અનુભવે
છે કે પપ્પા પાસે નહિ હોઉં અને પપ્પાની તબિયત વધારે બગડશે તો... આમ દિવસના
હાજર કામ વચ્ચે પણ દીકરી પોતાના પિયરનો પપ્પાનો વિચાર કરે છે.
દીકરીની આંખમાં સદાય પ્રેમાળ પિતાનો ચહેરો ચમકતો હોય છે બાળપણના દિવસો ના
આહ. અમે નાના હતા પપ્પાને પહેલી તારીખે ટૂંકો
પગાર આવતો સાંજે પ્રસાદ થતો પ્રસાદ થોડો થોડો હાથમાં આવતો પણ અમે ધરી જતા
સાંજે વાળું નહોતા કરતા. પપ્પાએ અમોને ક્યારેય ઓછું
નથી આવવા દીધું દીકરી ને બાળપણમાં તમે જેટલી લાડ લડાવો છો તેટલા જ લાડ તમને
વૃદ્ધાવસ્થામાં લડાવશે.
દીકરી બાપ ને લાડ લડાવે છે એના ઘડપણમાં કોઈવાર પતિદેવ એમ કહે છે કે ચલ તારા
પપ્પાને ફોન કરી ખબર અંતર પૂછીએ
તો તો પત્ની રાજી રાજી થઇ જાય છે પતિ માં એને પરમેશ્વર દેખાય છે.
છેલ્લે ઈશ્વર ને પ્રાર્થના કે કોઈપણ દીકરીને એના પિતાથી એટલી બધી દુર ન
મોકલતા કે કોઈ શિયાળાની કાતિલ ઠંડી હોય ચોમાસાની
મેઘલી રાત હોય અને પપ્પાના છેલ્લા શ્વાસ હોય તો દીકરી પોતાના હાથનું ચમચી
પાણી પણ ન પીવડાવી શકે.
છેલ્લે પિતા પણ કહેતા હોય કે મારી દીકરી ને તેડાવી લો મારે એનું મોઢું જોવે
છે છેલ્લી વખત .
ખરેખર જેઓ આ પૃથ્વી ઉપર દીકરીના માં-બાપ છે તેઓ ઈશ્વરની વધુ નજીક છે. આ
પિતા પુત્રીના પ્રેમ ને મારા લાખ લાખ સલામ....
આ અનમોલ રતન છે દીકરી..

Saturday, October 23, 2010

તારે છે તો દીકરી

ગુજરાતી powered by Lipikaar.comઆપણા સમાજ માં હજી પણ ધણા ઘરો માં દીકરા અને દીકરી વચ્ચે ભેદ જોવા મળે છે। તે લોકો ને ખબર નથી કે દીકરો શું છે અને દીકરી શું છે। ચાલો આપણે જોઇએ બન્ને વચ્ચે શું ભેદ છે।
દીકરો વારસ છે તો દીકરી પારસ છે !
દીકરો વંશ છે તો દીકરી અંશ છે!
દીકરો આન છે તો દીકરી શાન છે!
દીકરો તન છે તો દીકરી મન છે!
દીકરો માન છે તો દીકરી સ્વમાન છે!
દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે!
દીકરો આગ છે તો દીકરી બાગ છે!
દીકરો દવા છે તો દીકરી દૂવા છે!
દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે!
દીકરો શબ્દ છે તો દીકરી અથૅ છે!
દીકરો ગીત છે તો દીકરી સંગીત છે!
દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે!
દીકરો વાદળ છે ને વરસે છે તો દીકરી ધરતી છે ને તરસે છે!
દીકરો એક પરિવાર ને તારે છે તો દીકરી દસ પરિવાર ને તારે છે!!

Wednesday, July 28, 2010

દીકરી........

ગુજરાતી powered by Lipikaar.com હમણા અમારી પડોશ માં એક બેન ને બેબી આવી।તે પછી સૌના મોઢા મા આ રીત ના શબ્દો હતા,અરે બિચારિ ને બાબો આવ્યો હોત તો સારુ હતુ,તે બેને પણ એમ કહ્યુ કે મને કોઇ ખીજાશે નહિં ને..... હજી આપણા સમાજ માં આ રીત ની માન્યતા ઘર કરી ગ ઇ છે કે દીકરી એટલે સાપ નો ભારો, દિ વાળે તે દિકરા..... વગેરે વગેરે....
પરંતુ દીકરી એટલે શું તે લોકો એ સમજવાની જરુર છે। દીકરી એટલે વ્હાલપ નો દરિયો, સંવેદના નુ સરોવર, ઘર ની દિવડી આવી દીકરી વગર માતુત્વ અને પિતુત્વ અધુરુ, એના વીના પરિવાર અધુરો, સંસાર અસંભવ, જે પરિવાર માં દીકરી ના હોય તે પરિવાર માં પિતુત્વ સહેજ અધુરુ રહી જાય છે..... દીકરી કોન જાણે કેમ બહુ જલ્દી મોટી થ ઇ જાય છે..... તે પરણી જાય તે પહેલા પણ તેના માં પ્રગટ થ ઇ જતુ માતુત્વ પિતાનુ આશ્ર્વાસન બની ને સાથૅક થ તુ દીસે છે... માતા ગુમાવી બેઠેલા પિતા ને દીકરી નાં વ્હાલ માં માતુત્વ ની પુનઃપ્રાપ્તી થતી જણાય છે...
જગત નો કોઈ પરિવાર દીકરી વગર નો ના હોજો, ઊબડ ખાબડ જીંદગી માં દીકરી ઝરણા ની જેમ શાતા આપે છે.... વેરાન વન જેવી પળો માં દીકરી ફુલદાની બની જીંદગી મહેંકાવી આપે છે....દીકરી એતો તમારી જીંદગી નું કયારે ય ના ઓસરે તેવુ સ્મીત છે...દિકરો વતૅમાન હશે તો દીકરી આવતી કાલ છે....
એટલે દીકરી આવે ત્યારે કોઇ દિવસ મોઢુ બગાડ્યા વગર પ્રેમ થી તેને આવકારજો...

Tuesday, June 29, 2010

આવા પાયલોટ ને મળ્યા છો ?

ગુજરાતી powered by Lipikaar।com
હમણા મે એક ખુબ સરસ લેખ એક પેપર માં વાંચ્યો મને ગમ્યો તેથી તેનો સારાંશ રજુ કરુ છુ।
લેખક નું કહેવુ હતુ કે મારે ઘરે કામ કરતી બાઇ હમણા ખુશ છે।ભાઈ ના ઘરે લગ્ન મા નાગપુર ગયેલી વળતી મુસાફરી માટે તેના ભાઈએ પ્લેન ની ટિકિટ આપી...
ચાલીસેક વષૅ ની ઉંમરે પહેલીવાર પ્લેન માં બેઠેલી એક ગરીબ સ્ત્રી ના આનંદ ની તમે કલ્પના કરી શકો છો ? મારી પાસે આવીને તેણે લગ્ન કરતા હવાઇ મુસાફરીનું વધુ વણૅન કરીયુ, મેં રસપુવૅક સાંભળ્યુ, તે વખતે બહાર થી આવેલા એક જણ ઘરમાં હાજર હતા॥
બાઈના ગયા પછી તેણે મજાક કરી, કે તું તો એટલા રસ થી સાંભળતી હતી, કે જાણે પ્લેન માં બેસવાનુ તો બાજુ પર રહ્યુ, એકેય વાર એરપોટૅ પણ ના જોયુ હોય!
હું માત્ર હસીને ચુપ રહી। એક સ્ત્રી પોતાની જિંદગીની આવડી મોટી, તેના માટે કદાચ દુલૅભ કહેવાય તેવી ખુશી, તેમારી સાથે વહેંચી રહી હતી, તે મારે મન મોટી વાત હતી...પેલા ભાઇ કહે કાલે આખા ગામ મા ખબર પડી જાશે કે તારી બાઇ પ્લેન મા બેસી આવી!
અને તે ભાઇની વાત ખોટી નહોતી તે બાઇ જેને મળે તેને પોતાની હવાઇ મુસાફરી ની વાતજ કરતી, અને તેમા મને નવાઇ ના લાગી કારણ કે હું કાલે ઊઠી ને માઉન્ટ એવરેસ્ટ સર કરુ તો ગામ આખામાં ઢંઢેરો પીટતી ફરુ કે નહીં? પારકા કામ કરિને ગુજરાન ચલાવતી સ્ત્રી માટે પ્લેન ની મુસાફરી એટલી જ મોટી વાત હતી...
નવાઇ ત્યારે લાગે જયારે મારા તમારા જેવા ને મોઢે થી' આઇ ઓલ્વેઝ ફ્લાય' જેવા ભારપુવૅક ના શબ્દો સાંભળું છું, અમારા એક પરિચિત હતા।જયારે પણ મળે ત્યારે આગલા દિવસે કે અઠવાડિયે બહારગામથી પાછા આવ્યા હોવાનુ જાહેર કરે, એટલુ જ નહીં પ્લેન મા આવ્યા તેવુ ખાસ ઉમેરે...દાખલાતરીકે ગ ઇ કાલે અમદાવાદ થી આવ્યો એમ કહેવા ને બદલે કાલ ની ફ્લાઇટ મા અમદાવાદ થી આવ્યો, એવા શબ્દો વાપરે॥અમારા નાના તોફાની છોકરા ઓએ તેનુ નામ 'પાઇલોટ' પાડેલુ। હવે તો વિમાન ની મુસાફરી નિ નવાઇ નથી રહી છતા એવા લોકો મળે છે, જેમને હજીએ સામેવાળાને ઈમ્પ્રેસ કરવા ની ટેવ હોય છે...
હમણા મારે મહુવા જવાનું હતુ, કોઇ એ સ્લીપર કોચ ની ભલામણ કરી।ટિકિટ મેળવ વાની કોશિશ કરતી હતી ત્યાં આવા એક 'પાયલટ' મળી ગયા, મને કહે'અરે પ્લેન મા જતી રહેને!' મેં કહ્યુ મહુવામા એરપોટૅ નથી, તો તરત સંભળાવવા માં આવ્યુ ભાવનગર માં તો છે ને ત્યાં ઉતરી ને ટેકસી પકડી લેવાની બે કે ત્રણ કલાક માં પહોંચાડી દેશે।હુંતો એવુ જ કરુ!
થોડા વખત પહેલા હું ત્રિવેન્દ્રમ ગયેલી, એ સાંભળી ને બીજા એક 'પાયલોટ' નો સંવાદ આમુજબ નો હતો;' માય ગોડ એક દિવસ ને એક રાત ટ્રેન માં કાઢવાની? મેં કીધુ ના બે રાત।;' 'અનબિલિવેબલ, તેં આટલો ટાઇમ ટ્રેન ;માં બગાડ્યો? ' મારી પાસે ઘણો ટાઇમ હતો।હું તો ફરવા ગયેલી'। પણ તો યે ઇટસ વેસ્ટ ઓફ ટાઇમ! હું તો ફરવા જાવ, તોય ફલાઇટ પસંદ કરુ।ફટ દઇને ડેસ્ટિનેશન પર પહોંચી જવાય'! ડેસ્ટિનેશન પર પહોંચવા ની મજા મુસાફરી માં હોય છે, તે આ લોકો ને કદાચ નથી સમજાતી, ટ્રેન મા જાત જાત ના લોકો ને મળવુ, અજાણ્યા સાથે દોસ્તી કરવી,બહાર પસાર થતા સ્ટેશન ના નામ વાંચવા, કોઇ સ્ટેશન પર ઉતરી આચર કુચર ખાવુ,સ્ટેટ બદલાય તેની સાથે બદલાતા લોકો અને વાતાવરણ ને માણવાનું....! ત્રિવેન્દ્ધમ જતી ટ્રેન માં મારી સામે એક આકૅઇટેકટ બેઠેલો, તણે ૨૭ ચચૅ ડિઝાઇન કરીયા છે, લેપટોપ ઉપર તેણે લેટેસ્ટ પ્રોજેક્ટ ની ડિઝાઇન બતાવી, બાજુ માં બ્રુઅરીઝ ના સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ હતા, જેમણે આપણા દેશ માં કયાં, કયો , કેટલો દારુ પીવાય છે, તેના આંકડા આપ્યા।મેં કયારે નહોતી સાંભળી એટલી માહિતિ આપી, તમે કહો આમા કયાં ટાઇમ વેસ્ટ થયો। દરેક જણ ને અધીકાર છે કે તેણે શેમા મુસાફરી કરવી, બળદગાડામાં કે પ્લેન માં કે ટ્રેન માં, પન કૃપા કરી ને લોકો ની સામે પાઇલટ ગીરી ટાળવી, શકય છે કે તમે બોંમ્બે થી ભાવનગર ગયા હો તેનાથી વધારે વાર સામે બેઠેલી વ્યક્તિ એ વિદેશ ની મુસાફરી કરી હોય અને એ પણ બિઝનેસ ક્લાસમાં.......

Thursday, April 1, 2010

બેટર હાફ

બેટર હાફ એટલે કોણ.
ગુજરાતી powered by Lipikaar.com

તો બેટરહાફ એટલે જીવન ની બધી જ જરુરીયાતો પુરી કરવાની ક્ષમતા હોય, આવડત હોય, અનુકુળતા હોય, સુખ અને સગવડ હોય, છતા જીવન માં અનુભવાતો ખાલીપો જેના દ્વારા આખે આખો ભરાઈ જાય, તે વ્યક્તિ એટલે બેટરહાફ।
બાહ્ય દબાણ અને આંતરીક દબાણ નો ફકૅ.....
બાહ્ય દબાણ થી ઇંડુ તુટે તો જીવન નો નાશ થાય છે...પણ આંતરીક દબાણ થી તુટે તો જીવન ની શરુઆત થાય છે, મહાનતા હંમેશા અંદર થી જન્મે છે...
આફત...
આફત પોતાના ઉપર હોય તો હિંમત દાખવવી અને આફત બીજાના ઉપર હોય તો કરુણા દાખવવી...
"મનુષ્ય"
'મનુષ્ય' એ પ્રકૃતિનું સવૅશ્રેષ્ઠ સજૅન છે...તેનાથી ઉંચુ બીજું કશુ નથી,જો તમે માનવજન્મ મળવા છતા પ્રકૃતિની આ ભેટ ને સ્વીકારી જીવન ને સાથૅક ના કરી શકો તો એ તમારી ભુલ છે, આવી સુંદર ભેટ ને ધુળ માં ના મેળવશો...
દિવાલ સજૅવા નો પ્રયાસ કદી કરવો નહિં, સેતુ સજૅવાની તક કદી ગુમાવવી નહિં......
તમારી જાત ને એક પ્રમાણીક વ્યક્તિ બનાવો, કારણ કે તેથી એક વાત ની ખાતરી થાશે કે આ જગત માં થી એક બદમાશ નો ઘટાડો થયો...
ઉંઘ માં તમને જે સપના દેખાય તે તમારુ ધ્યેય નથી, પરંતુ જે સપના તમારી ઉંઘ ઉડાડી દે તે તમારુ ધ્યેય છે...

ગુજરાતી powered by Lipikaar.com

Tuesday, March 9, 2010

મહિલા દિવસ

વાત આઝાદી નો જંગ લડીરહેલા હિન્દુસ્તાન ની હોય કે આઝાદ ભારતની, મહિલાઓ નુ યોગદાન ભૂલી શકાય તેમ નથી। કઇક કરી બતાવવા નો જુસ્સો એ સમયે પણ તેમના માં હતો, જયારે સમાજ ખુબજ રુઢીચુસ્ત હતો। ત્યારે પણ તેમણે ઘર ની બહાર આવી ને તેમની શક્તિ દુનિયાને બતાવી। માત્ર આ જ દેશ નહીં પરંતુ અન્ય દેશો માં પોતાની પ્રતિભા ફેલાવી, આ ચહેરાઓ આજે આપણી વચ્ચે નથી રહ્યા પરંતુ તેમનો પ્રભાવ એટલો જ છે।
(૧) સરોજીની નાયડુ:...૧૯૪૭ માં દેશ ના પ્રથમ મહિલા રાજ્યપાલ (ઉ।પ્ર)ચુંટાયા હતા।
(૨) વિજ્યાલક્ષ્મી પંડિત:...૧૯૩૭ માં સૌપ્રથમ મહિલા મંત્રી તરીકે ચુંટાયા।
(૩) પદ્મજા નાયડુ:...૧૯૫૬ માં પ।બંગાળ ના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ બન્યા।
(૪)ઈન્દિરા ગાંધી:...૧૯૬૬ માં પહેલીવાર ભારત ના વડાપ્રધાન બન્યા।
(૫) સુચેતા કૃપલાણી:...૧૯૬૩ માં સૌપ્રથમ મુખ્યમંત્રી તરીકે ચુંટાઇ આવ્યા હતા।
(૬) મહારાણી ગાયત્રી દેવી:॥૧૯૬૦ ના દાયકા માં વોગ મેગેઝિન ના કવર પેજ પર છવાયા હતા।
(૭) અમૃતા પ્રીતમ:...૧૯૫૬ માં સાહિત્ય અકાદમી એવોડૅ, જ્ઞાનપીઠ એવોડૅ વિજેતા।
(૮) અમૃતા શેરગિલ:...૧૯૩૩ માં પેરિસ ના એસોસિયેશન ઓફ ધી ગ્રાન્ડ સલુનમાં ચિત્ર પ્રદશૅન।
(૯) ગંગુબાઇ હંગલ:...૧૯૭૧ માં પદ્મ ભૂષણ થી, અને ૨૦૦૨ માપદ્મવિભૂષણ થી સન્માનિત।
(૧૦)મધર ટેરેસા:॥૧૯૮૦ માં શાંતિ માટે નો નોબેલ પારિતોષિક એનાયત થયો।
(૧૧) કલ્પના ચાવલા:॥૧૯૯૭ કોલંબિયાથી અંતરિક્ષ માં પ્રથમ ઉડાન।
આ બધા અત્યારે આપણી વચ્ચે નથી પરંતુ અત્યારે આપણી વચ્ચે હોય તેવી મહિલા પણ દરેક ક્ષેત્ર માં પોતાની રીતે આગળ વધી રહી છે।તેમા સુધા મૂતિ સેવા ક્ષેત્રે, બરખાદત્ત પત્રકાર ક્ષેત્રે, કિરણ બેદી પહેલા પોલીસક્ષેત્રે અને અત્યારે સામાજીક કાયૅકર તરીકે ખુબજ સેવા આપે છે।
કામ કરતી, રુપિયા કમાતી, સીઈઓ,લેખિકા,બેંકર, પત્રકાર ક્ષેત્રે ઉંચા હોદ્દા પર હોવાછતાદરેક મહિલા પોતાની અંદર એક રીતે જકડાયેલી-બંધાયેલી સ્ત્રી તરીકે નો અનુભવ કરે છે। આપણો સમાજ આજે પણ બદલાયો નથી। મહિલા દરેક ઉંચાઈ મેળવ્યા પછી પણ એક મહિલા જ રહેતી હોય છે। નારી સ્વાતંત્ર્ય અને સમાનતા નો સમગ્ર સંઘષૅ આખા સમાજ ના ભલા માટે છે।
સંભવ છે કે મહિલા અનામત બિલની સફળતા ભારત માં નારી સમાનતા અને સ્વાતંત્રતા ની લડાઈ માં એક મજબુત પરિબળ સાબિત થશે.
ગુજરાતી powered by Lipikaar.com

ગુજરાતી powered by Lipikaar.com

Saturday, January 23, 2010

''થ્રી ઈડીયટસ'

ગુજરાતી powered by Lipikaar.com
ચોરે ને ચૌટે ''થ્રી ઈડીયટસ'' ની વાતો ચાલે છે। મનોવિજ્ઞાન અને સેલ્ફ મેનેજમેન્ટ ના સિધ્ધાંતો પર આ પિકચર હાલ ની સિસ્ટમ માં આમુલ પરિવતૅન ની માંગ સાથે ક્રાંતિકારી વિચારધારા લ ઈને આવ્યુ છે, માત્ર નોકરી ધંધો જ કરતાં આવડે તેવા બાળકો ન બનાવો પણ ''કિ્એટીવ જીનિઅસ'' પેદા કરો।
આ બધી વાતો સંદર છે, અપનાવવા જેવી છે। પરંતુ જીવન માં કંઇક બનવાનું ધ્યેય તમે ચોક્કસ રાખો, સેલ્ફ મેનેજમેન્ટ માટે નિશ્ર્ચિત ધ્યેય જરુરી છે, પરંતુ આ ધ્યેય પ્રેકટીકલ, પોઝીટીવ, ફ્લેકસીબલ અને મેઝરેબલ હોવુ જોઇએ, એટલે કે તમારી વાસ્તવિક્તા, સંજોગ અને પહોંચ માં હોવો જોઇએ। જો બારમા ધોરણ માં પાસ થવાતુ ના હોય તો હાટૅસજૅન બનવાનું ધ્યેય ના રખાય, ડોન દાઉદ બનવાનાં સ્વપ્નાં જોવો એ ધ્યેય ન કહેવાય, ધ્યેય સ્થિતિસ્થાપક અને માપી શકાય તેવુ હોવુ જોઇએ। ધ્યેય નક્કી કરીએ તે પછી તમારી ખુબીઓ ખામીઓ, સંજોગો સમજવા જરુરી છે, કારણ કે દિવાસ્વપ્નો જોંવા અને ધ્યેય નિશ્ર્ચિત કરી એ દિશાંમા આગળ વધતા રહેવું એ બન્ને જુદી વાત છે।
એટલે મેનેજમેન્ટ ગુરુ ઘણા છે, તેમની બધી વાતો ''ઓલ ઈઝ વેલ'' નથી હોતી। એટલે જ તમારે ચોથા ઇડીયટ ન બનવુ હોય તો બધા ની વાતો ને ગંભીરતાથી લેવા કરતાં તમારી પરિસ્થિતિ ને અનુરુપ તમારે શું નિણૅય લેવો જોઇએ તે તમે નક્કી કરો, અથવા તમારા વડીલો કે માતા પિતા ના સુચનો પણ સાંભળો કારણ કે તેઓ હંમેશા ખોટા જ છે તેમ માનવુ ભુલભરેલુ હોય છે.
ગુજરાતી powered by Lipikaar.com