Saturday, September 12, 2009

સ્ત્રી સીરીયલ અને સાડાત્રેવીસ કલાક

સ્ત્રી એ એકજ જીંદગી માં ઘણી જીંદગી ઓ જીવવા ની હોય છે। સ્ત્રી પાસે બધુ જ હોય છે અને પોતાનુ કહી શકાય એવુ કશુજ નથી હોતુ। તણે પિતા નાવ્હાલ ની ઇજ્જત અને પતિના પ્રેમ ની આબરુ સાચવવાની હોય છે।આંસુ જેટલા સ્ત્રી ઓ ની આંખો માં શોભે છે તેટલા પુરુષો ની આંખોમાં નથી શોભતા.......સ્ત્રીએ ઘણાબધા રોલ ને અનુરુપ જીવવા નુ હોય છે। હજુ તો એ દિકરી બની ને જીંદગી ના બાળપણ ને પ્રેમ કરતી હોય છે, ત્યાં જ તેને પત્ની બની નેબીજા રોલ માં ઢળવુ પડે છે। સ્ત્રીઓ ને પોતાનો ગમતો રોલ તેની પાસે લાંબા સમય સુધી ટકતો નથી........પિયર થી સાસરે જતી "દિકરી' જ્યારે સાસરા મા પગ મુકે છે ત્યારે "પત્ની' બની જાય છે।અને એજ" પત્ની'જ્યારે દિકરો કે દિકરી ને જન્મ આપે છે ત્યારે "માતા' બની જાય છે। અને" દિકરી',' પત્ની' , ' માતા'એકાએક સ્ત્રી અનુભવાય છે।હવે પોતાનુ બાળપણ પોતાના જ દિકરા કે દિકરી ના બાળપણ મા સોધી લેવુ પડે છે। હવે છોકરા ને ઉછેરતા-ઉછેરતા દિવાલ પર ફોટો બની ગયેલ મમ્મી ની શિખામણો યાદ કરીને જન્મ આપનારી જનેતાને જીવાડવી પડે। હવે દિકરો પોતા નીપત્ની ની ચિંતા કરે છે ત્યારે પોતાના પરનો પ્રેમ ઓછો થઇ જશે - એવી મુંજવણ ઘર નાં મંદિરમાં માળા ફેરવતી હોય છે। અને સાસુ નો જન્મ થતો હોય છે।પોતાનો દિકરો તેની પત્ની ના વખાણ કરે તેવા સમયે જે સ્થિતપ્રજ્ઞ રહી શકે તે સાચી "મા" અને "માતૃત્વ' તે સ્ત્રી ના દરેક સ્વરુપો ની ભૈરવી છે। હવે જમાનો બદલાઇ ચુક્યો છે।પોતે સ્ત્રી હોવાની સાથે સાથે'મનુષ્ય' પણ છે અેના હક્કો સ્ત્રી ઓ માગી રહી છે। તેનો જીવન મંત્ર રસોડાનાં અંધકાર માંથી બહાર નીકળી ને વિશ્ર્વ સાથે મૈત્રી કરાર કરવા નીકળી ચુક્યો છે। છોકરા ને બાઇક પાછળ બેસાડી ને છોકરી નીકળે છે ત્યારે રસ્તો પણ મુડ મા આવી જતો હોય તેમ લાગે છે।સ્ત્રી એ ઘણુબધુ જતુ કરવાનુ હોય છે। પણ તેનો' સ્વભાવ' -એ કયારેય જતો કરતી નથી।એકજ સળી હોય તો પણ માળાને હુંફાળો બનાવી શકે છે। તે કોઇ ના છોકરા ને રડતા જોઇ ને હાલરડું ગાઇ શકે છે। ચારણી માં લોટ ચળાય તેમ દરેક આંકાં માંથી પસાર થતા લોટ ની જેમ સ્ત્રી એ પોતાની હયાતી નો પુરાવો દરેક સંવેદન માંથી પસાર થતા આપવો પડે છે, લોત ચળાતો હોય છે ત્યારે થોડોક લોટ હવા માં ઉડી જાયછે, તેમ સ્ત્રી નુ જીવન પણ હવા મા ઉડી ને ઓગળી જતુ હોય છે। તેની કાયા લોટ થઇ ને ઊડે છે, છતાય તેનાથી" માયા' નથી છુટતી। સીરીયલ ના અડધો કલાક ના વાતાવરણ માં બાકી ના સાડાત્રેવીસ કલાક સાથેનુ સમાધાન એ સ્ત્રી ઓ માટે ફાવટ નો વિષય છે.
ગુજરાતી powered by Lipikaar.com