Wednesday, April 22, 2009

આજ નો નેતા કેવો છે.

અત્યારે લોકસભા ની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે આપણે જોઇએ છીએ કે આજ નો આપણો નેતા કેવો છે। (૧) ચુંટણી સમયે એ જોડે હાથ જીત્યા પછી એ મારે લાત।(૨) વોટ માંગતા લગાવે બાથ પછી છોડી દે તમારો સંગાથ। (૩) ખુરશી ખાતર બદલે પાટલી ને દારુબંધી માં પણ આપે બાટલી।(૪) યોજના ઓ ઘડે પ્રજા ના કલ્યાણ ની ને સફળતા મેળવે પોતાના કલ્યાણ ની।(૫) મત મેળવવા એ વહેંચે કપડાં જીત્યા બાદ ક્યારેક એ ઉતરાવે પણ કપડાં।(૬) કૌભાંડો એ કરતો રહે, તપાસ પંચો નીમતો રહે, છાપા માં એ ચમકતો રહે ને છતાય સદાચારી થ ઇ ફરે.
ગુક્ષઞઞઞજરાત powered by Lipikaar.com

Friday, April 17, 2009

નેતા કેવા હોવા જોઇએ.

અત્યારે આપણા દેશ માં લોકસભા ની ચુંટણી આવી રહી છે।ત્યારે આપણ ને વિચાર થાય કે આપણે કોને મત આપવો, આપણો નેતા કેવો હોવો જોઇએ,આજના જમાના મા ઉમેદવારો તો અનેક છે પણ નેતા ક્યાં છે। જ્હોન સી મેકવેલ ના પ્રસિધ્ધ પુસ્તક ''ડેવલપિંગ ધ લીડર વિધીન યુ'' મતલબ કે' તમારા મા રહેલા નેતા ને કેવી રીતે વિકસવા નો મોકો આપશો' તે પુસ્તક નેતા ના સપના સેવનાર હર કોઇ એ વાંચવા જેવુ છે।લેખકે તારવ્યુ છે કે દુનિયામાં એવા નેતાઓ ની જરુર છે, (૧) જે પોતાના પ્રભાવ નો ઉપયોગ સાચા કારણોસર યોગ્ય સમયે કરી શકે છે।(૨) જે દોશ નો ટોપલો પોતાના માથે રાખે છે અને શ્રેય નો નાનકડો હિસ્સો લેવા નુ પસંદ કરે છે, (૩) જે વ્યકિતગત લાભ ને બદલે બીજા ના લાભ માટે કામ કરે છે,(૪) જે ધમકાવવા તથા શોષણ કરવાને બદલે લોકો ને પ્રેરિત કરે છે,(૫) જે લોકો સાથે એટલે રહે છે કે જેથી તેમની સમસ્યાઓ થી વાકેફ થઇ શકે અને તેમની સમસ્યાઓ નુ સમાધાન કરી શકે, (૬) જેને એ વાત ની અનુભુતિ હોય કે તેનુ આચરણ તેના હોદ્દા કરતા વધુ મહત્વ નુ છે, (૭) જે નાની બાબત માં પણ એટલા જ ઈમાનદાર હોય છે, જેટલા મોટી બાબતો માં પણ,( ૮) જે પોતાની જાત ને પણ શિસ્તબધ્ધ રાખે છે, જેથી બીજા લોકો પોતાને અનુશાસિત નકરે,(૯) જે 'ઓપિનિયનપોલ' ને નજર સમક્ષ રાખવા ને બદલે પોતાની જાત ને નવા વિચારો મા ઢાળે છે,(૧૦) જેઓ આફતો ને આશીર્વાદ મા પરિણત કરી શકે છે।
તો ચાલો આપણે પણ આવા નેતા શોધી આપણો પવિત્ર મત આપી એ.
ગુજરાતી powered by Lipikaar.com

Tuesday, April 7, 2009

યુવાનોને સૂચનો

ગુજરાતી powered by Lipikaar।com
યુવાનોને આગળ વધવા માટે ના સુચનો,(૧) નિશ્ર્ચિત, સ્પષ્ટ અને વાસ્તવિક ધ્યેય નક્કી કરો। તમે સામાન્ય માનવથી કંઇક અલગ ઊંચેરા બનીને તમારા વ્યકિતત્વનો વિકાસ કરવા માગતા હો તો તમારા જીવન નુ ધ્યેય નક્કી કરી નાખો। બીજા કોઇ થી અંજાયા વીના તમારી ક્ષમતા, શક્તિ પારખીને દરેક સંજોગો ને લક્ષ્યમાં રાખીને વાસ્તવિક ધ્યેય નક્કી કરો।તમને જો ગણિત કે વિજ્ઞાનમાં રસ ન હોય તો તમે કદી અબ્દુલ કલામ બની શકશો નહીં। તમારામાં જો આત્મવિશ્ર્વાસ, તમન્ના, ધગશ અને મક્કમતા હશે તો સફળતા તમને જ વરશે। (૨) ધ્યેય પા્પ્તિ માટે રોલ મોડલ પસંદ કરો। આજે તમે ક્યા ક્ષેત્રમાં જવા ઇચ્છો છો તે નક્કી કરો।અને તે મુજબ ના રોલ મોડલ પસંદ કરો। સતત સારા પુસ્તકો, જીવન ચરિત્રો વાંચવા નુ રાખો। તેમાથી સફળ થયેલા પ્રેરણા પુ્રુષો તમને બળ પુરુ પાડશે। (૩) ધ્યેય અને સંકલ્પ ને વારંવાર યાદ રાખો। સંકલ્પ નક્કિ કયાઁ બાદ તે સિધ્ધ કરવા સમજપુવઁક સખત મહેનત કરવી પડશે। (૪) ગુણવતા થી કામ કરો - ઉત્તમતાની ખોજ કરો। તમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમારી આકાંક્ષાઓની સાથે યોગ્યતાઓ માં વૃધ્ધિ કરતાં જાઓ। દરેક કામ ગુણવત્તાસભર અને શ્રેષ્ઠ કરવા નો આગ્રહ સેવો।( ૫) જીવન માં સંપુણઁ જવાબદારી સ્વીકારી કાયઁ કરો। તમારે જીવનમાં સફળ થવું હશે તો સંપુણઁ જવાબદારી લેવાની તૈયારી રાખવી પડશે।(૬) નિષ્ફતા થી નિરાશ ન થાવ। તમે પુરુષાથઁ કરતા હો ત્યારે પ્રતિકૂળ સંજોગો કે પરિસ્થિતિના કારણે ક્યારેક પીછેહઠ કરવી પડેછે, તે સમયે નીરાશા આવે છે। જીવનમાં મુશ્કેલી તો આવવાની ત્યારે સંકટ સમયે તમારી બધી શક્તિઓ એકાગ્ કરી કામે લગાડો।(૭)ધ્યેય પુરુ કરવા સમય મયાઁદા બાંધો। જે કોઇ ધ્યેય નક્કી કયુઁ હોય તે પુરુ કરવાની સમયરેખા બાંધો।નહીંતર ધ્યેય સફળ કરવા માટેની તીવ્રતા આવશે નહીં।(૮) સમય નુ મેનેજમેન્ટ કરો। માણસ પોતાના કાયઁ નો ૨૪ વર્ષે પા્રંભ કરે અને ૬૦ વષેઁ નિયત કાયઁ મુક્તિ મેળવે છે। તેમ ગણીએ તેને કુલ ૩૬ વષઁ પા્પ્ત થાય છે। જેમાંથી ૧૨ વષઁ ઉંઘ ના, ૪વષઁ નિત્યકમઁ, ૬ ઈતરકામ, ૩ રજાઓ, અને ૧ વષઁ બીમારી ના ગણીયે તો વ્યકિત્તવ ખીલવવામાતે માત્ર ૧૦ વષઁ મળે છે।દરરોજ આપણ ને એક તાજો દિવસ મળે છે। આપણે સમજી ને તેનો ઉપયોગ કરવાનો હોયછે.
ગુજરાતી powered by Lipikaar.com