Tuesday, April 7, 2009

યુવાનોને સૂચનો

ગુજરાતી powered by Lipikaar।com
યુવાનોને આગળ વધવા માટે ના સુચનો,(૧) નિશ્ર્ચિત, સ્પષ્ટ અને વાસ્તવિક ધ્યેય નક્કી કરો। તમે સામાન્ય માનવથી કંઇક અલગ ઊંચેરા બનીને તમારા વ્યકિતત્વનો વિકાસ કરવા માગતા હો તો તમારા જીવન નુ ધ્યેય નક્કી કરી નાખો। બીજા કોઇ થી અંજાયા વીના તમારી ક્ષમતા, શક્તિ પારખીને દરેક સંજોગો ને લક્ષ્યમાં રાખીને વાસ્તવિક ધ્યેય નક્કી કરો।તમને જો ગણિત કે વિજ્ઞાનમાં રસ ન હોય તો તમે કદી અબ્દુલ કલામ બની શકશો નહીં। તમારામાં જો આત્મવિશ્ર્વાસ, તમન્ના, ધગશ અને મક્કમતા હશે તો સફળતા તમને જ વરશે। (૨) ધ્યેય પા્પ્તિ માટે રોલ મોડલ પસંદ કરો। આજે તમે ક્યા ક્ષેત્રમાં જવા ઇચ્છો છો તે નક્કી કરો।અને તે મુજબ ના રોલ મોડલ પસંદ કરો। સતત સારા પુસ્તકો, જીવન ચરિત્રો વાંચવા નુ રાખો। તેમાથી સફળ થયેલા પ્રેરણા પુ્રુષો તમને બળ પુરુ પાડશે। (૩) ધ્યેય અને સંકલ્પ ને વારંવાર યાદ રાખો। સંકલ્પ નક્કિ કયાઁ બાદ તે સિધ્ધ કરવા સમજપુવઁક સખત મહેનત કરવી પડશે। (૪) ગુણવતા થી કામ કરો - ઉત્તમતાની ખોજ કરો। તમારા ધ્યેય સુધી પહોંચવા માટે તમારી આકાંક્ષાઓની સાથે યોગ્યતાઓ માં વૃધ્ધિ કરતાં જાઓ। દરેક કામ ગુણવત્તાસભર અને શ્રેષ્ઠ કરવા નો આગ્રહ સેવો।( ૫) જીવન માં સંપુણઁ જવાબદારી સ્વીકારી કાયઁ કરો। તમારે જીવનમાં સફળ થવું હશે તો સંપુણઁ જવાબદારી લેવાની તૈયારી રાખવી પડશે।(૬) નિષ્ફતા થી નિરાશ ન થાવ। તમે પુરુષાથઁ કરતા હો ત્યારે પ્રતિકૂળ સંજોગો કે પરિસ્થિતિના કારણે ક્યારેક પીછેહઠ કરવી પડેછે, તે સમયે નીરાશા આવે છે। જીવનમાં મુશ્કેલી તો આવવાની ત્યારે સંકટ સમયે તમારી બધી શક્તિઓ એકાગ્ કરી કામે લગાડો।(૭)ધ્યેય પુરુ કરવા સમય મયાઁદા બાંધો। જે કોઇ ધ્યેય નક્કી કયુઁ હોય તે પુરુ કરવાની સમયરેખા બાંધો।નહીંતર ધ્યેય સફળ કરવા માટેની તીવ્રતા આવશે નહીં।(૮) સમય નુ મેનેજમેન્ટ કરો। માણસ પોતાના કાયઁ નો ૨૪ વર્ષે પા્રંભ કરે અને ૬૦ વષેઁ નિયત કાયઁ મુક્તિ મેળવે છે। તેમ ગણીએ તેને કુલ ૩૬ વષઁ પા્પ્ત થાય છે। જેમાંથી ૧૨ વષઁ ઉંઘ ના, ૪વષઁ નિત્યકમઁ, ૬ ઈતરકામ, ૩ રજાઓ, અને ૧ વષઁ બીમારી ના ગણીયે તો વ્યકિત્તવ ખીલવવામાતે માત્ર ૧૦ વષઁ મળે છે।દરરોજ આપણ ને એક તાજો દિવસ મળે છે। આપણે સમજી ને તેનો ઉપયોગ કરવાનો હોયછે.
ગુજરાતી powered by Lipikaar.com

No comments: