Wednesday, March 18, 2009

યૂવા પેઢી ને.

આજની યૂવા પેઢી કલકલ વહેતા ઝરણા ના પ્રવાહ જેવી છે।શાળાના યુવાનો, યુવતીઓ ભણીગણી ને સમાજ મા જાય છે। નોકરી ધંધો કરી ને ઠરી ઠામ થાય છે પણ તેમની પાસે ચોક્કસ ધ્યેય લઇને જીવવા ની દ્રષ્ટિ નથી એટલે તેઓ જીવ્યે જાય છે। પણ આનંદ, સાફલ્યતા, ગૌરવનો અનુભવ કરી શકતા નથી। ઝરણા ની જેમ કોઈ સ્વ ઓળખ નથી તેમ યુવાનો આગવી પ્રતિભા સ્થાપી શકતા નથી।બે મિત્રો આંબા ના બગીચામા જાય છે માળી બન્નેને ખવાય તેટલી કેરી ખાવાનુ કહે છે એક મિત્ર પેટ ભરી ને કેરી ખાય છે બીજો માળી સાથે વાત કરે છે। આંબા નો છોડ કઇ રીતે વાવવા, કેવી માટી જોઇયે, ખાતર પાણી ની માવજત કેમ કરવી વગેરે। તે મિત્ર બીજા દિવસે પોતાના બાગ માં જઇને સરસ આંબા ના છોડ નુ વાવેતર કરી દે છે। આંબા ઉછેરી ને, આખી જિંદગી કેરી ખાય શકે છે।
દરેક માણસ માં અપાર શક્તિ છે। જરુર છે તેને ધ્યેય તરફ વાળવા ની, મન ની એકાગ્રતાની, સંવેદનશીલતા વિકસાવવાની, માહિતી, જ્ઞાન ની સાથે ડહાપણ લાવવાની। આવા ગુણોવાળા યુવાનો અમૃતસ્ય પુત્રાઃ બની શકશે। યુવા પેઢી માં આત્મવિશ્ર્વાસ, અંતઃપ્રેરણા અને દિશા દ્રષ્ટિ નો સંચાર કરવા ના ઉદેશથી આ લખુ છુ.
ગુજરાતી powered by Lipikaar.com

No comments: