Saturday, April 16, 2011

ક્રિકેટ અને પુરુષ

ગુજરાતી powered by Lipikaar.comહમણા વલ્ડૅ કપ પુરો થયો અને અત્યારે આઇ પી એલ ની મેચ ચાલી રહી છે। વલ્ડૅ કપ આપણે ૨૮ વષૅ પછી જીત્યા કોની કૃપા થી જીત્યા, ઇશ્ર્વર ની, માનવ ની કે આપણા ખેલાડી ના સારા પ્રદશૅન થી તે કહેવુ મુશ્કેલ છે।
પરંતુ વાત મારે ક્રિકેટ સાથે પુરુષ ની પણ કરવી છે। પુરુષ ને ક્રિકેટ નુ ખુબ વળગણ હોય છે, જો આપણી ટીમ સારુ પ્રદશૅન કરે તો ખુબ વાહવાહ કરીને ઇનામોની વણજાર શરુ થ ઇ જાય અને જો આપણી ટીમ હારે તો જે લોકો વાહવાહ કરનાર છે તે લોકો જ ગાળો નો વરસાદ વરસાવે છે। કેટલાક જનુની ઓ તો ક્રિકેટરો ના ઘર બાળવા પણ દોડી જાય છે। કોઇપણ રમત ની હાર પુરુષો દિલ પર લ ઇ ને બેસી જાય છે, જ્યારે સ્ત્રીઓ માટે ખુબ જલ્દી થી ભુલી જવા જેવી બાબત છે। આ વાત ની ખરાઇ કરવા ૨૦૦૪ માં શ્રીલંકા સામે હારી ને વલ્ડૅ કપ માં થી ફેકાઇ ગયા ત્યાર ની છે, તેમા કેટલાય પુરુષોને એટેક આવી ગયા ને કેટલાય મૃત્યુ પામ્યા। કોઇપણ રમત હોય ક્રિકેટ, ફુટબોલ, બેઝબોલ પરંતુ પોતાની માનીતી ટીમ ની હાર ન પચાવી શકતા પુરુષો ના હ્મદય બેસી ગયા હોય તેવા અનેક દાખલા છે, પરંતુ સ્રીનુ હાટૅફેઇલ થ ઇ ગયુ સંભળાતુ નથી।
પુરુષોને રમતો નુ રીતસર નુ વળગણ હોય છે, રમતો પાછળ કલાકો ના કલાકો વેડફે છે, પત્ની ની વષૅગાંઠ કે લગ્ન ની તારીખ ભુલી જતો પુરુષો ને રમત ના રેકોડૅ કે સ્કોર પુછો તો કડકડાટ બોલી શકે છે। દુનિયા ભરની સ્પોટૅસ ચેનલ ના દશૅકો નેવુ ટકા થી વધારે પુરુષો હોય છે, સ્ત્રીઓ રમતો જોતી હોય છે પરંતુ મોટાભાગ ના કિસ્સા ઓ માં પુરુષો ને સાથ આપવા। બાકી જે રીતે સામાજીક સિરિયલ જોવા ગોઠવાય તેરિતે ક્યારે ય મેચ જોવા ના ગોઠવાય તેનુ કારણ છે કે પુરુષો ને રમત નુ વળગણ છે તેવુ સ્ત્રી ને સબંધો નું વળગણ હોય છે। તેમા હવે સટ્ટા ને કારણે પૈસા રોકાવા માંડ્યા છે, અને વળગણે ગાંડુ સ્વરુપ ધારણ કયુ છે।
જેમ પુરુષો ને સ્ત્રીઓ નું સિરિયલો અને એવોડૅ સમારંભો પાછળ નું વળગણ ખટકતુ હોય છે તેમ સ્ત્રી ઓને પુરુષો નુ રમત પાછળ નું ગાંડપણ ખટકતુ હોય છે, આ કુદરતી ક્રમ છે, ચાલ્યા કરવા નું સ્ત્રીઓ એ દુઃખી ના થવુ હોય તો બે રસ્તા છે એક તમારા પતિ અથવા પુરુષ મિત્ર ને જે રમત મા રસ છે તે રમત માં રસ કેળવો, તે અંગે ની ચચા તે ની સાથે કરો અને તેની સાથે એ રમત ને માણતા શીખો। અથવા પુરુષ ને તેની ગમતી રમત સાથે મુકી તમે તમારી ગમતી પ્રવૃતિ માં રસ કેળવો અને તેની રમત ના શોખ ને લ ઇ ને મેંણાટોંણા ના મારો તમારી આ ટેવ સંબંધો માં ન જોઇતો તનાવ ઉત્પન કરી શકે છે।
કદાચ મેચ હારી જ ઇએ તો દુઃખી થનાર મિત્રો ને એટલુ કહેવા નું કે 'દેશદાઝ' બતાવવા માટે ઘણા શેત્રો છે, આ ધંધાદારી ક્રિકેટરો નાં મોહ છોડો। આમ પણ આપણી પાસે કયાં બી।સી।સી।આઇ।નાં શેર છે કે તેમના ધંધા માં આપણ ને રસ હોય.