Tuesday, June 29, 2010

આવા પાયલોટ ને મળ્યા છો ?

ગુજરાતી powered by Lipikaar।com
હમણા મે એક ખુબ સરસ લેખ એક પેપર માં વાંચ્યો મને ગમ્યો તેથી તેનો સારાંશ રજુ કરુ છુ।
લેખક નું કહેવુ હતુ કે મારે ઘરે કામ કરતી બાઇ હમણા ખુશ છે।ભાઈ ના ઘરે લગ્ન મા નાગપુર ગયેલી વળતી મુસાફરી માટે તેના ભાઈએ પ્લેન ની ટિકિટ આપી...
ચાલીસેક વષૅ ની ઉંમરે પહેલીવાર પ્લેન માં બેઠેલી એક ગરીબ સ્ત્રી ના આનંદ ની તમે કલ્પના કરી શકો છો ? મારી પાસે આવીને તેણે લગ્ન કરતા હવાઇ મુસાફરીનું વધુ વણૅન કરીયુ, મેં રસપુવૅક સાંભળ્યુ, તે વખતે બહાર થી આવેલા એક જણ ઘરમાં હાજર હતા॥
બાઈના ગયા પછી તેણે મજાક કરી, કે તું તો એટલા રસ થી સાંભળતી હતી, કે જાણે પ્લેન માં બેસવાનુ તો બાજુ પર રહ્યુ, એકેય વાર એરપોટૅ પણ ના જોયુ હોય!
હું માત્ર હસીને ચુપ રહી। એક સ્ત્રી પોતાની જિંદગીની આવડી મોટી, તેના માટે કદાચ દુલૅભ કહેવાય તેવી ખુશી, તેમારી સાથે વહેંચી રહી હતી, તે મારે મન મોટી વાત હતી...પેલા ભાઇ કહે કાલે આખા ગામ મા ખબર પડી જાશે કે તારી બાઇ પ્લેન મા બેસી આવી!
અને તે ભાઇની વાત ખોટી નહોતી તે બાઇ જેને મળે તેને પોતાની હવાઇ મુસાફરી ની વાતજ કરતી, અને તેમા મને નવાઇ ના લાગી કારણ કે હું કાલે ઊઠી ને માઉન્ટ એવરેસ્ટ સર કરુ તો ગામ આખામાં ઢંઢેરો પીટતી ફરુ કે નહીં? પારકા કામ કરિને ગુજરાન ચલાવતી સ્ત્રી માટે પ્લેન ની મુસાફરી એટલી જ મોટી વાત હતી...
નવાઇ ત્યારે લાગે જયારે મારા તમારા જેવા ને મોઢે થી' આઇ ઓલ્વેઝ ફ્લાય' જેવા ભારપુવૅક ના શબ્દો સાંભળું છું, અમારા એક પરિચિત હતા।જયારે પણ મળે ત્યારે આગલા દિવસે કે અઠવાડિયે બહારગામથી પાછા આવ્યા હોવાનુ જાહેર કરે, એટલુ જ નહીં પ્લેન મા આવ્યા તેવુ ખાસ ઉમેરે...દાખલાતરીકે ગ ઇ કાલે અમદાવાદ થી આવ્યો એમ કહેવા ને બદલે કાલ ની ફ્લાઇટ મા અમદાવાદ થી આવ્યો, એવા શબ્દો વાપરે॥અમારા નાના તોફાની છોકરા ઓએ તેનુ નામ 'પાઇલોટ' પાડેલુ। હવે તો વિમાન ની મુસાફરી નિ નવાઇ નથી રહી છતા એવા લોકો મળે છે, જેમને હજીએ સામેવાળાને ઈમ્પ્રેસ કરવા ની ટેવ હોય છે...
હમણા મારે મહુવા જવાનું હતુ, કોઇ એ સ્લીપર કોચ ની ભલામણ કરી।ટિકિટ મેળવ વાની કોશિશ કરતી હતી ત્યાં આવા એક 'પાયલટ' મળી ગયા, મને કહે'અરે પ્લેન મા જતી રહેને!' મેં કહ્યુ મહુવામા એરપોટૅ નથી, તો તરત સંભળાવવા માં આવ્યુ ભાવનગર માં તો છે ને ત્યાં ઉતરી ને ટેકસી પકડી લેવાની બે કે ત્રણ કલાક માં પહોંચાડી દેશે।હુંતો એવુ જ કરુ!
થોડા વખત પહેલા હું ત્રિવેન્દ્રમ ગયેલી, એ સાંભળી ને બીજા એક 'પાયલોટ' નો સંવાદ આમુજબ નો હતો;' માય ગોડ એક દિવસ ને એક રાત ટ્રેન માં કાઢવાની? મેં કીધુ ના બે રાત।;' 'અનબિલિવેબલ, તેં આટલો ટાઇમ ટ્રેન ;માં બગાડ્યો? ' મારી પાસે ઘણો ટાઇમ હતો।હું તો ફરવા ગયેલી'। પણ તો યે ઇટસ વેસ્ટ ઓફ ટાઇમ! હું તો ફરવા જાવ, તોય ફલાઇટ પસંદ કરુ।ફટ દઇને ડેસ્ટિનેશન પર પહોંચી જવાય'! ડેસ્ટિનેશન પર પહોંચવા ની મજા મુસાફરી માં હોય છે, તે આ લોકો ને કદાચ નથી સમજાતી, ટ્રેન મા જાત જાત ના લોકો ને મળવુ, અજાણ્યા સાથે દોસ્તી કરવી,બહાર પસાર થતા સ્ટેશન ના નામ વાંચવા, કોઇ સ્ટેશન પર ઉતરી આચર કુચર ખાવુ,સ્ટેટ બદલાય તેની સાથે બદલાતા લોકો અને વાતાવરણ ને માણવાનું....! ત્રિવેન્દ્ધમ જતી ટ્રેન માં મારી સામે એક આકૅઇટેકટ બેઠેલો, તણે ૨૭ ચચૅ ડિઝાઇન કરીયા છે, લેપટોપ ઉપર તેણે લેટેસ્ટ પ્રોજેક્ટ ની ડિઝાઇન બતાવી, બાજુ માં બ્રુઅરીઝ ના સિનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ હતા, જેમણે આપણા દેશ માં કયાં, કયો , કેટલો દારુ પીવાય છે, તેના આંકડા આપ્યા।મેં કયારે નહોતી સાંભળી એટલી માહિતિ આપી, તમે કહો આમા કયાં ટાઇમ વેસ્ટ થયો। દરેક જણ ને અધીકાર છે કે તેણે શેમા મુસાફરી કરવી, બળદગાડામાં કે પ્લેન માં કે ટ્રેન માં, પન કૃપા કરી ને લોકો ની સામે પાઇલટ ગીરી ટાળવી, શકય છે કે તમે બોંમ્બે થી ભાવનગર ગયા હો તેનાથી વધારે વાર સામે બેઠેલી વ્યક્તિ એ વિદેશ ની મુસાફરી કરી હોય અને એ પણ બિઝનેસ ક્લાસમાં.......