Friday, April 17, 2009

નેતા કેવા હોવા જોઇએ.

અત્યારે આપણા દેશ માં લોકસભા ની ચુંટણી આવી રહી છે।ત્યારે આપણ ને વિચાર થાય કે આપણે કોને મત આપવો, આપણો નેતા કેવો હોવો જોઇએ,આજના જમાના મા ઉમેદવારો તો અનેક છે પણ નેતા ક્યાં છે। જ્હોન સી મેકવેલ ના પ્રસિધ્ધ પુસ્તક ''ડેવલપિંગ ધ લીડર વિધીન યુ'' મતલબ કે' તમારા મા રહેલા નેતા ને કેવી રીતે વિકસવા નો મોકો આપશો' તે પુસ્તક નેતા ના સપના સેવનાર હર કોઇ એ વાંચવા જેવુ છે।લેખકે તારવ્યુ છે કે દુનિયામાં એવા નેતાઓ ની જરુર છે, (૧) જે પોતાના પ્રભાવ નો ઉપયોગ સાચા કારણોસર યોગ્ય સમયે કરી શકે છે।(૨) જે દોશ નો ટોપલો પોતાના માથે રાખે છે અને શ્રેય નો નાનકડો હિસ્સો લેવા નુ પસંદ કરે છે, (૩) જે વ્યકિતગત લાભ ને બદલે બીજા ના લાભ માટે કામ કરે છે,(૪) જે ધમકાવવા તથા શોષણ કરવાને બદલે લોકો ને પ્રેરિત કરે છે,(૫) જે લોકો સાથે એટલે રહે છે કે જેથી તેમની સમસ્યાઓ થી વાકેફ થઇ શકે અને તેમની સમસ્યાઓ નુ સમાધાન કરી શકે, (૬) જેને એ વાત ની અનુભુતિ હોય કે તેનુ આચરણ તેના હોદ્દા કરતા વધુ મહત્વ નુ છે, (૭) જે નાની બાબત માં પણ એટલા જ ઈમાનદાર હોય છે, જેટલા મોટી બાબતો માં પણ,( ૮) જે પોતાની જાત ને પણ શિસ્તબધ્ધ રાખે છે, જેથી બીજા લોકો પોતાને અનુશાસિત નકરે,(૯) જે 'ઓપિનિયનપોલ' ને નજર સમક્ષ રાખવા ને બદલે પોતાની જાત ને નવા વિચારો મા ઢાળે છે,(૧૦) જેઓ આફતો ને આશીર્વાદ મા પરિણત કરી શકે છે।
તો ચાલો આપણે પણ આવા નેતા શોધી આપણો પવિત્ર મત આપી એ.
ગુજરાતી powered by Lipikaar.com

No comments: