Tuesday, August 11, 2009

સુખી થવા ના રસ્તા

(૧) સુખી થવા માટે નુ પહેલુઁ પગલું જે તમારી પાસે છે તે શ્રેષ્ઠ છે તે માનવા નુ શરુ કરો।તો દુખ નહીં લાગે। (૨) તમને જે નથી મળ્યુ તેમા ઇશ્ર્વર નો કોઇ સંકેત હશે આ સુખી થવા નુ બીજુ પગલુ।। નથી મળ્યુ તે માટે નો અફસોસ કરશો તો વધારે દુઃખી થશો।(૩) ત્રીજુ પગલુ તમારા ભગવાન પાસે તંદુરુસ્તી માગો। અને તમારા શરીરને ભગવાન માની રોજ આ ભગવાન ની કસરત રુપી ધુપ, દીપ વડે પુજા કરો।(૪) ચોથુ પગલુ તમે થોડા સ્પિરીચ્યુઅલ થાવ - આખા જગત ને ચલાવનાર કોઇ અગમ્ય શક્તિ છે તેને માનતા થાઓ। તમે પુજા ના સ્થાન મા જાઓ કે ના જાઓ સ્થુળ રીતે ભગવાન ની પુજા કરો કે ના કરો ફક્ત અગમ્ય શક્તિ માં માનતા થાવો।(૫)આ અગમ્ય શક્તિ ઉપર શ્રધ્ધા રાખો, વિશ્ર્વાસ રાખો। તેનાથી સુખ મળશે। (૬) મન ને ભતકવા ન દો મન ચંચળ છે, મન ને વતૅમાન મા રાખો, ભુતકાળ ના દુખી અનુભવો ને યાદ કરી ને દુખી ના થાઓ। (૭) સાતમુ અને છેલ્લુ પગલું તમે ગમે તેવી પરિસ્થિતિ હોય સદા આનંદીત રહો। મન ને પ્રસન્ન રાખો। શરીર ને પ્રસન્નતા મળશે અને દુખ દુર થશે। અપાર સુખ મળશે.


જરાpowered by Lipikaar.com

2 comments:

Triku said...

NICE


Triku C. Makwana
Vadodara

Triku said...
This comment has been removed by the author.