Monday, January 11, 2010

દાંપત્ય જીવન ની સેકંડ ઈનીંગ્ઝ

powered by Lipikaar.comઆજની મધ્યવયસ્ક પેઢી માં દસ માથી લગભગ સાત યુગલ ની ફરીયાદ હોય છે કે મોટે ભાગે બાળકો વિદેશ જતા રહે છે, બાકી ના ઘણા છોકરા આઇટી વગેરે ક્ષેત્રો માં નોકરી વ્યવસાય માંબહાર જાય છે ત્યારે ઘર મા એકલા પડે છે, અને મોટાભાગ ના દંપતી ઓ કહેતાહોય છે કે છોકરા વગર ઘર માં સુનુસુનુ લાગે છે,હવે જીવન મા શું રહયુ....????
હજુ તો આવા દંપતી ની સંખ્યા વધી રહી છે, યુગલો ની આવી વિચાર ધારા તેમનો જીવન રસ સુકવી નાખે છે....મોટાભાગ ના દંપતીઓ જાણે રીટાયર થઇ ગયા હોય તેમ વતૅ છે... પરંતુ આ તેમની સેકંડ ઈનીગ્ઝ છે , અને તેને રીફ્રેશ કરવા ની જરુર હોય છે , જે પ્લાનીંગ દ્વારા કરી શકાય છે....
કિ્કેટ ની રમત મા પહેલા ટેસ્ટ મેચ રમાતી ત્યારે બન્ને ટીમ ની એક એક એમ બે ઈનીંગ્સ રહેતી... પહેલી ઈનીંગ્સ માં રમતમા જે વસ્તુ કાચી રહી ગ ઇ હોય તે બીજી ઈનીંગ્સ માં સુધારી ને કિ્કેટ રમવા નો પ્રયત્ન થતો , આપણા લગ્ન પછી નુ દાંપત્યજીવન પણ એક જીવન રમત છે , જેમા પહેલી ઈનીંગ્સ માં ઘણા કારણોસર ઘણી વસ્તુ ઓ અધુરી રહી જાય છે તો બીજી ઈનીંગ્સ માં દુર કરી દાંપત્ય નુ માધુયૅ માણી શકાય। લગ્ન ની શરુઆત મા પતિ પત્ની જોડે રહી શકે પરંતુ ઘર બનતા કૌટુંબિક જવાબદારી વધતી જાય છે..સંતાનો ના જન્મ પછી પત્ની તેની પળોજણ મા પડી જાય છે.. જયારે પતિ તેમના ભવિષ્ય ની ચિંતા માં કમાવ વા મા પડી જા છે। આને કારણે પતિ પત્ની એક બીજા થી ઘણા દુર જતા રહે છે, એક બીજા માટે સમય કાઢી શકતા નથી, એકબીજા ની જરુરિયાત શોખ ને સાથ નથી આપી શકતા॥ માટે કહેવા નુ એજ કે તમે જે પહેલા નથી કરી શકયા તેનુ બીજી ઈનિંગ્સ માં પ્લાનીંગ કરી શકો છો...સૌ પ્રથમ તો થોડા સમયે બહાર ગામ વેકેશન માટે જવુ જરુરી છે।સુંદર દરીયા કિનારો હોય, કે પવૅત પર હવા ખાવાનુ સ્થળ હોય, જીવન ની રફતાર માં ભાગતા જે ટાઈમ નથી મળ્યો તે મળી શકે.. આ ઈનિંગ્સ માં પતિ-પત્ની એકબીજા ને ગમતા અધુરા શોખ પુરા કરી શકે છે। જેમ કે ઘણીવાર બે માથી કોઇ ને સંગીત સાંભળવા નો શોખ હોય બન્ને સાથે કોનસટૅ માં જવુ જોઇય। એકબીજા ના શોખ મા નન્નો ભણવા ને બદલે રસ લેવો જોઇએ। પુરુષો ઘણીવાર થાક અને કંટાળા ને લીધે સાથ નથી આપતા॥તો સ્ત્રી ઓ પણ સીરીયલ ના બહાના આગળ કરી ને પુરુષોને સાથ નથી આપતી...સેકંડ ઈનીંગ્સ માં આ શરુઆત કરવા ની જરુર હોય છે॥જો સેકંડ ઈનિંગ્સ નું પ્લાનીંગ કરાય તો દાંપત્ય જીવનમાં મોકળાશ આવે છે...આ પગલુ લેવા થી પાછલી ઉંમર માં થતા ઝગડા પણ ઓછા થાય છે॥





ગુજરાતી powered by Lipikaar.com

No comments: